અમૂલ ડેરી તેમજ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે, નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.
અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદ કિંમત 820 કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા આપવામાં આવતા હતા. ભાવ વધારો આવતીકાલે 1 એપ્રિલથી લાગુ થશે. તેમજ અમૂલ ડેરી દરેક પશુપાલકને 2 લાખનો જીવન વીમો આપશે.
અમૂલ ડેરી તેમજ દૂધસાગર ડેરી દ્વારા દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોના હિતમાં અમૂલ ડેરીએ મહત્વનો નિર્ણય લીધો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ દૂધની ખરીદ કિંમત 820 કરવામાં આવી છે.
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને ફરી મોટી ભેટ આપવામાં આવી છે. 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને 770ના બદલે 790 રૂપિયા ચૂકવાશે તેમજ ભાવ વધારાથી મહિને 7 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. છેલ્લા 26 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 140 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારાથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે.