GSEB Service 2023: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ધરે બેઠા અરજી કરો, જાણો સંપૂર્ણ માહિતી

GSEB Service: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની જાહેર પરીક્ષા લેવામા આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નાં પ્રમાણપત્રો ઓનલાઇન મુકવામાં આવે છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મૂકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર , માઈગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર

GSEB Service 2023

આર્ટિકલની કેટેગરીવિવિઘ ફોર્મ
આર્ટિકલનુ નામGSEB Sarvise 2023(ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ)
ઉદ્દેશ્યવર્ષ 1952 થી તમામ ને ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે
અરજી કરવાનું માધ્યમઑનલાઇન
સત્તાવાર વેબસાઇટwww.gsebeservice.com

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની જાહેર પરીક્ષા લેવામા આવે છે. જેમાં ધોરણ 10 નો વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12 નો વર્ષ 1978 થી વર્ષ 2019 સુધીના પરીણામ રેકોર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકોર્ડ આધારે વિદ્યાર્થીને ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ પ્રમાણપત્ર/માર્કશીટ, ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓને માઇગ્રેશન આપવામાં આવતા હતા.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર અને માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાધીનગર આવવું પડશે નહિ, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઈટ પર Student Online Student Sarvise જઈ એપ્લિકેશન કરવાની રહેશે.

GSEB HSC 12th Arts Result 2023 Official News: ધોરણ 12 આર્ટસનું રીઝલ્ટ 2023

ધોરણ 10 અને 12નાં પ્રમાણપત્રો ઓનલાઈન

જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

ડુપ્લીકેટ માર્કશીટ ની ફી 

  • ડુપ્લીકેટ માર્કશીટ ફી :- રૂપીયા 50
  • પ્રમાણપત્રની ફી:- રૂપિયા 50
  • માઇગ્રેશન ફી:- રૂપિયા 50

ધરે બેઠા અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર www.gsebeservice.com જાઓ
  • Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરો
  • સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
  • માગેલ તમામ વિગતો ભરો
  • રજિસ્ટ્ર બટન પર ક્લિક કરો
  • લોગીન બટન પર ક્લિક કરો અને માગેલ માહીતી લખો
  • ઑનલાઇન પેમેન્ટ કરો

અરજી કરવા માટે જરૂરી લીંક

ડુપ્લીકેટ માર્કશીટ મેળવો માટેઅહીં ક્લિક કરો
માઇગ્રેશન સર્ટિફિકેટ મેળવો માટેઅહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો અને જવાબો

ધોરણ 10 માર્કશીટ મેળવો માટે ફી કેટલી છે?

ધોરણ 10 માર્કશીટ મેળવો માટે ફી 50 રૂપિયા+ સ્પીડ ચાર્જ છે.

GSEB Sarvice ડુપ્લીકેટ માર્કશીટ માટે સત્તાવાર વેબસાઇટ શું છે?

→સત્તાવાર વેબસાઈટ www.gsebeservice.com છે.

ધોરણ 12 માર્કશીટ મેળવો માટે ફી કેટલી છે?

ધોરણ 12 માર્કશીટ મેળવો માટે ફી 50 રૂપિયા+ સ્પીડ ચાર્જ છે.

Leave a Comment