ikhedut Portal: ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજના વગેરે બહાર પાડેલ હતી. પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રેસનોંધમાં માહિતી આપવમાં આવેલ છે. જે મુજબ તા-05/06/2023 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ થશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર મૂકવામાં આવશે. જેમાં વિવિધ યોજનાઓ ચાલુ થશે.
આઈ ખેડુત પોર્ટલ
આર્ટિકલનું નામ | આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્ય | ખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે. |
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગ | ખેતીવાડી વિભાગ |
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે? | તા-05/06/2023 ના સવારના 10.00 કલાકે |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ થશે?
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે. આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.
- ખેત ઓજારો સાધનો, ટ્રેક્ટર
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- માલ વાહક વાહન
- ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક
- હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ
ગત વર્ષ કરતાં કયા સુધારાઓ કરવામાં આવ્યા છે?
ગત વર્ષે અરજીઓ મેળવવા બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વખતે લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.
અરજી કરવા માટેની લીંક
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો
ખેતીવાડી ની યોજનાઓ વર્ષ 2023-24 ની કયારે ઓનલાઈન ચાલુ થશે?
ખેતીવાડી ની યોજનાઓ તા-૦૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઓનલાઈન મૂકવામાં આવશે.
ખેતીવાડી વિભાગ ક્યા વિભાગ હેઠળ આવે છે?
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગર હેઠળ ખેતીવાડી વિભાગ કાર્યરત છે.
Khetiwadi Yojana ની લાભ લેવા માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?
Khetivadi Yojana નો લાભ લેવા માટે ખેડૂતોઓએ https://ikhedut.gujarat.gov.in/ નામની વેબસાઇટની મુલાકાત લેવાનું રહેશે.