Krushi Rahat Package 2024: કૃષિ સહાય કમોસમી વરસાદથી ખેડૂતો માટે પાકને નુકસાનનું પેકેજ જાહેર

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ચાલુ વર્ષે થયેલ કમોસમી વરક્ષાદથી થયેલ પાક નુકક્ષાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર. 13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે.

ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ જાહેર

ગુરુવારે અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ છે. તો આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. આવતીકાલે અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યપણે પાણી માટે વલખા મારતો કચ્છ જિલ્લો આ વર્ષે પાણીથી તોબા પોકારી ઉઠ્યો છે. ચોમાસા દરમિયાન કચ્છના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની ભોગવ્યા બાદ હવે ઉનાળામાં પણ માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી મૂકી છે. આ તરફ રાજ્ય સરકારે 48 તાલુકા માટે સહાય પેકેજની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

  • ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર; અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય
  • માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે
  • ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 13,500 ઉપરાંત વધારાની 9,500 સહાય સાથે કુલ 23,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે
  • બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર 18,000 ઉપરાંત વધારાની 12,600 સહાય સાથે કુલ 30,600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ પોસ્ટ પણ વાંચો:   Solar Rooftop yojana 2024: સોલાર રૂફ ટોપ યોજના

પ્રવક્તામંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોનાં હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટીતંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Tabela Loan Sahay Yojana Gujarat: તબેલા લોન સહાય યોજના 2024

અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય

  • માર્ચ-03માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે
  • ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે મળવાપાત્ર ૧૩,૫૦૦ ઉપરાંત વધારાની રૂ.૯,૫00 સહાય સાથે કુલ ર૩,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે
  • બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,000 ઉપરાંત વધારાની ૧૨,૬૦૦ સહાય સાથે કુલ ૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેકટરની મર્યાદામાં સહાય અપાશે.

Ghar Ghanti Sahay Yojana 2023: ઘરઘંટી સહાય યોજના 2023 આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળા, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર 13,500 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની 9,500 રુપિયા પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ 23 હજાર રુપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવાપાત્ર 18,000 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી 12,600 રુપિયા પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ 30,600 રુપિયા પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   PM Vishwakarma Yojana 2024: पीएम विश्वकर्मा कौशल सम्मान योजना

નુકસાની પેકેજ સહાયનો લાભ લેવા કેવી રીતે કરવી અરજી

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

કૃષિ સહાય 2023
કૃષિ સહાય 2023

Namo Tablet Yojana 2023: નમો ટેબ્લેટ યોજના 2023 દ્વારા વિદ્યાર્થીઓને મળસે ફકત 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Q: ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ કેટલું ચૂકવાશે?

A: ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેકેજ હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા સહાય ચૂકવાશે

Q: ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ કેટલા જિલ્લા અને તાલુકાને મળશે ?

A: ખેડૂતોને કમોસમી નુકસાની પેકેજ નો લાભ 13 જિલ્લાના 48 તાલુકાઓને મળશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment