eShram Card: ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023, જાણો કાર્ડના ફાયદા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન: જે લોકોની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે, આવા લોકો તેમના ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. તો ચાલો એના વિષે થોડી વધુ વિગતવાર માહિતી નીચે આપેલ લેખથી મેળવીએ.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023

હાલના સમયમાં સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે ઈ-શ્રમ પોર્ટલની યોજનાને પણ આગળ વધારવામાં આવી રહી છે. ઈ શ્રમ કાર્ડ માટે તમે મફતમાં નોંધણી કરાવી શકો છો. તમે તમારા નજીકના જાહેર સેવા કેન્દ્ર, CSC અને પોસ્ટ ઓફિસમાંથી બનાવેલ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર અને બેંક ખાતાની માહિતી આપવી પડશે. તમે જાતે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને પણ ઈ શ્રમ કાર્ડ મેળવી શકશો.

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કોણ ન કરાવી શકે?

અમારી મહીતિ મુજબ આમાં તે વ્યક્તિઓ આવે છે, જેઓ પહેલાથી જ કોઈ પેન્શન અથવા સરકારી યોજનાનો લાભ લઈ રહ્યાં છે, આવા લોકો ઈ-શ્રમ કાર્ડ માટે પાત્ર નથી. બીજી તરફ, જો તેઓ અરજી કરે તો પણ તે નકારી કાઢવામાં આવશે, જે લોકો ટેક્સ સ્લેબમાં આવે છે અને આવકવેરો ભરે છે, આવા લોકોને પણ ઈ-શ્રમ કાર્ડ મળી શકતું નથી. લોકો CPS/NPS/EPFO/ESIC જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેથી તેમનું ઈ-શ્રમ કાર્ડ પણ બની શકશે નહીં.

ઈ શ્રમ કાર્ડ નો હેતુ

આ યોજનાનો હેતુ સામાજિક સુરક્ષા યોજના અથવા રાજ્ય / કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાનો લાભ સીધા ખેડૂતોના / શ્રમિકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો છે.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા શું છે?

  • ઈ-શ્રમ કાર્ડ મળ્યા બાદ કામદારો માટે દેશના કોઈપણ ભાગમાં કામ મેળવવું સરળ બનશે.
  • આ કાર્ડ દ્વારા કામદારો વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ લઈ શકે છે.
  • આ કાર્ડ હેઠળ મફત અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. અકસ્માતમાં રજિસ્ટર્ડ કામદારના મૃત્યુના કિસ્સામાં અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં , કામદાર અથવા પરિવારને બે લાખ સુધીની વીમા રકમ મળશે.
  • આંશિક વિકલાંગતાના કિસ્સામાં, આ રકમ એક લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.
  • આ લાભ લેવા માટે, એક સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે. કોઈપણ કાર્યકર જેની સાથે અકસ્માત થાય છે, તેનો નોમિની ઈ-શ્રમના પોર્ટલ પર જ વીમાની રકમનો દાવો કરી શકે છે અથવા તેની બેંકનો સંપર્ક પણ કરી શકે છે.

આ ઇ શ્રમ કાર્ડનું નામ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કાર્ડ છે અને જે ઓથોરિટી હેઠળ આ કાર્ડ આવે છે તેનું નામ છે – શ્રમ અને રોજગાર મંત્રાલય. આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે શરૂ કરી છે.

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ લીસ્ટ

  • આધાર નંબર
  • મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે કનેક્ટ હોય
  • બેંક એકાઉન્ટ ડીટેલ
  • ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ

Kunwar Bai Nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના 2023

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન 2023 અહીં ક્લિક કરો

Leave a Comment