વ્હાલી દીકરી યોજના 2024: આ યોજનાનું ફોર્મ અહીંથી ભરો

વ્હાલી દીકરી યોજના 2024: ગુજરાત રાજ્યમાં દીકરીનો જન્મદરને વધારવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે અનેઆજ પ્રતિબદ્ધતા ને સાર્થકકરવા માટે વધુ પ્રયત્નની જરૂર હોઈ ગુજરાત સરકાર દ્વારા 2019-20નાં બજેટમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધારવા અને શિક્ષણને સુનીશ્ચિત કરવા માટે થઈને શરૂ કરવામાં આવી છે. આ લેખને અંત સુધી વાચજો અને જેમના ઘેર દીકરી હોય તેને આ લેખ શેયર કરો.

વ્હાલી દીકરી યોજના 2024

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
રાજ્યગુજરાત
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય
અરજી પ્રક્રિયા  ઓફલાઈન
યોજનાનો ઉદ્દેશદીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનું
સહાયની રકમ1 લાખ 10 હજાર રૂપિયા

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના બેટી પઢાઓ બેટી બચાવો અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દીકરીઓના જન્મ દરમાં વધારો કરવો અને દીકરીને ઉંચ અભ્યાસ આર્થિક રીતે મદદ કરવા માટે આ યોજના અમલ મા મુકી હતી. આ યોજના અંતર્ગત દીકરીને 3 હપ્તમાં સહાય રકમ ચૂકવવામાં આવશે. દીકરી પહેલા ધોરણમા પ્રવેશ કરે ત્યારે, બીજો હપ્તો દીકરી જ્યારે માધ્યમિક શાળામાં પ્રવેશ ત્યારે અને ત્રીજો હપ્તો દીકરીની ઉમર 18 વર્ષ થાય અને ઉંચ અભ્યાસ કરવા જાય ત્યારે સહાયની રકમ આપવામાં આવશે. પહેલા હપ્તામાં 4 હજાર રૂપિયા, બીજા હપ્તામાં 6 હજાર રૂપિયા અને ત્રીજા હપ્તામાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આમ કુલ 1લાખ 10 હજાર ની કુલ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Krushi Rahat Package 2024: કૃષિ સહાય કમોસમી વરસાદથી ખેડૂતો માટે પાકને નુકસાનનું પેકેજ જાહેર

વ્હાલી દીકરી યોજના ઉદ્દેશ 

આ યોજનાનો ઉદ્દેશ નીચે મુજબ છે

 • દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા
 • બાળ લગ્ન અટકાવવા
 • દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવું
 • દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ધટાડવો

વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા

 • દંપતી ની વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજના લાભ મળશે
 • તારીખ 02/08/2019 બાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે
 • દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
 • પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
 • પ્રથમ દીકરી અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભ

 • પ્રથમ હપ્તો: દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000/સહાય રકમ મળવાપાત્ર થશે
 • બીજો હપ્તો: દીકરી 9માં ધોરણમા પ્રવેશ માટે વખતે રૂપિયા 6000-/ સહાય રકમ મળવાપાત્ર થશે
 • ત્રીજો હપ્તો: 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂપિયા 1 લાખ ની સહાય મળવાપાત્ર થશે, પણ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.
 • આમ કુલ ત્રણ હપ્તામાં કુલ 1લાખ 10 હજાર સહાય રકમ ચૂકવવામાં આવશે

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે તમારે આ ડોક્યુેન્ટની જરૂર પડશે.

 • માતા- પિતાનું આધારકાર્ડ
 • દીકરીનું જન્મનુ પ્રમાણપત્ર
 • માતાના જન્મનુ પ્રમાણપત્ર
 • માતાપિતાની વાર્ષિક આવકનુ પ્રમાણપત્ર
 • કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોનું પ્રમણપત્ર
 • સતતી નિયમનું પ્રમાણપત્ર (બીજું બાળક હોય ત્યારે)
 • નિયત નમુનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતી નું સોગંદનામું
આ પોસ્ટ પણ વાંચો:   Tadpatri Sahay Yojana 2024: તાડપત્રી સહાય યોજના, જાણો સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજનાની અરજી પ્રક્રિયા 

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર/સિડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ની કચેરી માં વિનામૂલ્યે આપવામાં આવશે. આ ફોર્મામાં તમામ વિગતો સચોટ રીતે ભરી ને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમાં કરવાનું રહેશે. અરજી કર્યાના 15 દીવસ માં અરજદારને અરજી મંજૂર થઈ કે નહી તેની જાણ કરવામાં આવશે. ફોર્મ ઓફલાઈન ભરવું પડશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   ખેડૂતો માટે ખેતીવાડીનાં સાધનો ખરીદવા માટે સહાય યોજના: Agriculture Implement Subsidies Yojana,જાણો સંપૂર્ણ માહીતી

મહત્વપૂર્ણ લિંક

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મઅહી ક્લીક કરો
વ્હાલી દીકરી યોજનાનો પરિપત્રઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહી ક્લીક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ક્યાંથી મળશે

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર/સિડીપીઓ કચેરી/ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ની કચેરી માં વિનામૂલ્યે આપવામાં આવશે

આ યોજના અરજી ક્યાં કરવાની રહેશે

આપના ગામ અથવા શહેરના વોર્ડ વિસ્તારમાં નજીકની આંગણવાડી પર આઇસીડીએસ વિભાગ માં આપ જઇને અરજી ફોર્મ મેળવી શકો છો અને ત્યાં અરજી ફોર્મ આખું ભરીને આધાર પુરાવા રજૂ કરીને Icds વિભાગમાં જમા કરાવી શકો છો.

Leave a Comment