Instagram વાપરનારાઓ હવે રહેજો સાવધાન,એક ક્લીક અને અકાઉન્ટ ખાલી

શું તમે નોકરી શોધી રહ્યા છો. તો સાવચેત રહો અને કોઈપણ નોકરી માટેની લીંક પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિચાર્યા વગર ક્લીક ન કરો. કહેવાનો અર્થ એ છે કે નોકરી માટે હમેશા ભરોસાપાત્ર રીતે અરજી કરો અને તપાસ કર્યા પછી જ કોઇપણ ફોર્મમાં વ્યક્તિગત વિગતો વગેરે ભરો. આજકાલ કોભંડીઓ ખોટી રીતે લોકોની લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. છેતરપિંડીનો એક નવો મામલો સામે આવ્યો છે. જ્યા દિલ્હીની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે તેની મહેનતથી કમાયેલ 8.5 લાખ રૂપિયા ગુમાવ્યા .

આજના ડિજીટલ યુગમાં તમારી વિગતોને ઓનલાઇન સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે એક ખોટી ક્લીક તમારી વર્ષોની કમાણી સાફ કરી શકે છે. કોઇપણ કાર્ય હમેશા વિશ્વસનીય રીતે કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તમારી અંગત વિગતો ન આપો. જ્યારે વ્યવહાર સબધિત સમસ્યાઓની વાત આવે ત્યારે કંઈ પણ શેર કરશો નહીં. નોકરી માટે અરજી કરતી વખતે એ વાતનુ ધ્યાન રાખો કે કોઈ પણ કંપની તમને તમારી બેંક વિગતો વગેરે તરત જ પૂછતી નથી. દરેક કંપનીના કેટલાક માપદંડો હોય છે. જેના અનુસાર કર્મચારીઓની ભરતી વગેરે થાય છે.

મળતી માહિતી મુજબ દિલ્હીની એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર નોકરીની જાહેરાત જોઈ. તેના પર ક્લીક કરતા મહિલાએ 8.5 લાખ રૂપિયાથી વધુનુ નુકસાન કર્યું હતું. આ બાબતની જાણ ડિસેમ્બરમા થઈ હતી. મહિલા ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી રહી હતી. જ્યારે તેણે નોકરીની જાહેરાત જોઈ, જ્યારે મહિલાએ તેના પર ક્લીક કર્યું. ત્યારે લીંક અન્ય પેજ પર રીડાયેરેક્ટ થઈ ગઈ. જ્યા એરલાઈન જોબ ઓલ ઇન્ડિયા નામનું પેજ ખલ્યું અને તેને વિગતો ભરવાનુ કહેવામાં આવ્યું. મહિલાએ ફોર્મ ભરવાતાની સાથે જ તેને રાહુલ નામના અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો. અને તેને રજીસ્ટેશન ફ્રી તરીકે 750 રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું. આ પછી સ્કેમરે મહિલાને વધુ ફસાવી અને ગેટ પાસ ફ્રી વીમા તરીકે તેના ખાતાંમાં રૂ 8.5લાખથી વધુ જમાં કરાવ્યા. સ્કેમરે ચતુરાઈથી મહિલાને વાતમા ફસાવી અને નોકરીના બહાને આટલી મોટી રકમ તેના ખાતામાં જમા કરાવી લીધી. કૌભાડી આટલેથી અટક્યા ન હતો અને મહિલા પાસે વધુ પૈસાની માગ કરવા લાગ્યો હતો. પરતું મહિલાને સ્કેમર પર શંકા જતા અને પોતે કૌભડીનો શિકાર બની હોવાનુ અનુભવતા તેણે તરત જ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

છેતરપિંડી નો એક નવો મામલો સામે આવ્યો છે જ્યાં દિલ્હીની એક મહિલાએ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે તેને મહેનતથી કમાયેલ 8.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સ્કેમરે મહિલાને ફસાવીને 8.5 લાખ રૂપિયા પડાવી લીધા. મહિલાએ એક લીંક પર ક્લિક કર્યું અને તેને લાખો રૂપિયા ગુમાવ્યાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ દિલ્હીમા પોલીસ સ્ટેશનમાં કૌભડીનો શિકાર બન્યા હોવાની ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ સ્કેમર ને પકડી પાડયો છે.

હવે સારી વાત એ છે કે દિલ્હી પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ(અનુસાર) મોટા ભાગના ટ્રાન્ઝેક્શન હરિયાણાના હિસારથી થયા હતા. આરોપીની મોબાઈલ ફોન હિસારની આસપાસ હતો. પોલીસે આયોજનબધ્ધ રીતે ચકચાર ફેલાવી આરોપીને પકડી પાડયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે કોવિડ – 19 પછી તેને આ પ્રકારની માયાવી રમત શરૂ કરી અને ધણા લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.

તમને જણાવી દઇએ કે ઈન્સ્ટાગ્રામ પર આવા ધણા સ્કેમરો આવી રીતે અનેક લોકોને આવી રીતે શિકાર બનાવે છે. તેવો આવી લિંકો મૂકીને તમને નોકરીની લાલચ આપે છે. અને તમે ભોળવાઈને આવી લીંકો પર ક્લીક કરીને ફોર્મ ભરો છો. તેમની પાસે તમારી માહિતી મળી જાય છે. અને તમને તરત જ ફોન કરે છે અને વિવિઘ ચાર્જ વસૂલે છે અને તમે નોકરીની લાલચમાં આપી અને સ્કમરો આવી રીતે કૌભાડ કરીને તમારી પાસે રૂપિયા પડાવી લે છે એટલે સોશિયલ મીડિયામા આવી કોઈ લીંક પર ક્લીક કરતાં પહેલાં તમે તેના વિશે માહિતી પ્રાપ્ત કરો જો તમને સ્કેમર લાગે તો તમે તેને તમારી માહિતી શેર કરશો નહિ.

આ માહિતી પણ તમારે વાચવી જોઈએ

Leave a Comment