આધારકાર્ડ-પાનકાર્ડ 30 જૂન સુઘી લીંક નહી થાય તો શું?જુઓ નાણામંત્રી સીતારમણે શું કહ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરવામા મોડું થતાં લાગતા દંડ અગે વાત કરી હતી. આધાર સાથે પાનનું લિંકિંગ 31 માર્ચ 2022 સુધી મફત હતું. ત્યારબાદ 1 એપ્રિલ 2022 થી તેના પર 500 રૂપિયાના દંડ નુ પ્રાવધાન કરવામા આવ્યું જેને જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા દંડ કરી દેવામાં આવ્યો.

નાણામંત્રાલય તરફથી ગત 28 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલ એક નિવેદન અનુસાર TDS અને TCS સાથે સંકળાયેલી મુશ્કેલીઓથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના આધારને પાનકાર્ડ સાથે કોઈપણ સ્થિતિમાં લીંક કરાવી લેવું જોઈએ. જો લોકોએ એવું ન કરાવ્યું તો તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જસે. અને તેમને TDS  TCS ક્લેમ કરવામા મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

30 જૂન સુઘી જો પાનકાર્ડ ને આધાર સાથે લીંક ન કર્યું.તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ગુરુવારે નાણામંત્રીએ કહ્યું. કે પૂર્વ લીંક કરવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો.

હાલમાં સ્થિતિ એવી છે કે જો જૂન 2023 સુધી આધારને પાનકાર્ડ લીંક ન કરવામા આવ્યું તો તે નિષ્ક્રીય થઈ જશે. ગુરુવારે પ્રસ કોન્ફેરેન્સને  સબોધિત કરતા નાણામંત્રીએ કહ્યું કે આધાર સાથે પાનકાર્ડ લીંક કરવાનો ઘણો સમય આપવામાં આવ્યો હતો. આધારનુ પાન સાથેનું લિંકિંગ અત્યાર સુધી થઈ જવું જોઈતું હતું. જે લોકોએ અત્યાર સુધી એવું કરાવ્યું નથી તેમને તાત્કાલિક કરવી લેવું જોઇએ. જો વર્તમાન નક્કી કરેલી સમયનસીમા સમાપ્ત થઈ જાય છે. તો દંડમા હજુ વધારો કરવામા આવશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Leave a Comment