સોશિયલ મીડિયા પર, “નટરાજ પેન્સીલ કંપની ધરેથી કામ આપી રહી છે. નટરાજ પેન્સીલ ઘરેથી કામ કરવાની તક, એક મહિને પગાર થશે.તમારો દર મહીને 30,000 પગાર અને એડવાન્સમા 10,000 રૂપિયા મળશે. માત્ર પેન્સીલ પેકિંગ કરવું પડશે. ઓપન મટરિયલ ધરે આવશે. સામાનની ડિલિવરી પાર્સલ થશે. અભણ લોકો પણ આ કામ કરી શકે છે. ભણેલા લોકો પણ આ કામ કરી શકે છે. સજ્જન પણ આ કામ કરી શકે છે અને મહિલાઓ પણ આ કામ કરી શકે છે. આવી જાહેરાત વાચી હોય તો સાવધાન થઈ જજો. કારણ કે આ જાહેરાત વાચીને અકે યુવકે સંપર્ક કરીને 1 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
અમદાવાદમા છેતરપિંડી નો વધુ એક કિસ્સો આવ્યો છે. પેન્સીલ કંપનીમા ધરે બેઠા કામ કરવાની તકના નામે યુવકે 1 લાખ રૂપિયા ગુમાવાનું સામે આવ્યું છે.
પૂનમે પણ આ જાહેરાતમા આપેલ નબર પર વાતચીત કરી હતી. ત્યાબાદ ઠગીયાઓએ રજીસ્ટ્રેશનના બહાને 620 રૂપિયા લઈ લીધા. આના પછી ઠગબાજોએ અલગ અલગ બહાના બનાવીને માલ સામાનના નામે એક લાખ રૂપિયા પુમનભાઈ પાસેથી લીધા. ઠગબાજો એ નાતો તેમને કામ આપ્યું કે ન તો તેમના રૂપિયા પાછા આપ્યા. ઠગબાજો એ પૂનમભાઇ સાથે ફ્રોડ કર્યા હોવાથી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેશવપૂરમાં રહેતા પુનમભાઇ ઠાકોરે અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પુનમભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. અને બિસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. પૂનમે સોશિયલ મીડિયામાં નટરાજ કંપનીની જાહેરાત વાચી હતી. તેમાં લખ્યું હતું કે નટરાજ કંપનીની પેન્સીલ ડબ્બામા પેક કરવાની હોય છે. જેના માટે જોબ વર્ક કરનારને દર મહીને 30 હજાર રૂપિયા પગાર પેટે મળસે. જેના માટે નોકારી ઈચ્છુક વ્યક્તિને ફોન કરવો.
નટરાજ પેન્સીલ કંપની ધરે બેઠા લોકોને નોકરી આપી રહી હોવાની જાહેરાત છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયામાં જેવા મળે છે. નટરાજ પેન્સીલ કંપનીના ઓફિસીયલ ફેસબુક પેજ પર સર્ચ કરતા નટરાજ પેન્સીલ અંગે ફેલાયેલ ભ્રામક નોકરીની ઓફર અંગે પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં કંપની દ્વારા વિડિયો મેસેજ મારફતે વાઇરલ દાવો ભ્રામક હોવાની જાણકારી આપી છે. વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે જો તમને નટરાજ અને અપ્સરા પેન્સીલ માટે કોઈ નોકરીની માહિતી મળે તો તેને કૃપા કરીને અવગણો. અમે ફકત અમારી વેબસાઇટ અને LinkedIn પર અમારી નોકરી અંગે જાહેરાત કરીએ છીએ. કૃપા કરીને નકલી પોસ્ટો થી સાવધાન રહો અને છેતરપિંડીથી સાવધાન રહો.
આ માહિતી પણ તમારે વાચવી જોઈએ
- શું તમે લોન ચુકવવામાં અસમર્થ છો? જાણો 5 અધિકારો અને મુશ્કેલીઓથી બચવાની રીતો
- Aadhar દ્વારા પણ ધરે બેઠા પૈસા ઉપાડી શકશો,નહી ખાવા પડે બેંક ના ધકકા!UIDAI આપી રહી છે આ સુવિધા
- બેંકમા ખાતું ખોલાવતા પહેલા આ નિયમો જાણી લો,નહી તો અલગ અલગ ચાર્જના નામે લૂંટાઈ જશો!
- Driving Licence માટે હવે ટેસ્ટ નહી આપવો પડે? નવો નિયમ જાણીને તમે આજે જ અરજી કરી દેશો