માવઠાના કારણે ઘઉંના ભાવમા સીધો 40 ટકા વધારો,આવો જાણીએ કેટલો થયો?

ગુજરાતમાં જોવામાં આવી રહ્યું છે કે એક પછી એક માવઠાના કારણે કેરી અને ઘઉ અને રવી પાકોને નુકશાન થયું છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉની મા ખરીદી કરાતી હોય છે. તેની અસર બારેમાસ પડી રહી છે. આ સીઝન દરમિયાન ગૃહિણીઓ પર હેરાન થઈ ગઈ છે. આવા સમયે ઘઉ ના આવા ઉંચા ભાવની અસર ખરીદી પર પણ ધ્યાને આવી છે. ધઊંની વિવિઘ ક્વોલેટી ભાવમા ક્વિન્ટન દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જે લોકોની બજેટ ની પથારી ફેરવી છે

ગુજરાતમાં સામાન્ય લોકો અને ખેડૂતો ને હેરાન કરી રહેલા માવઠાએ  હવે એક વધારે ધાતક સમચાર લઈને આવ્યું છે. એટલે કે હવે તમારી રોટલી મોંઘી બની જશે. રાજ્યમાં ભર ઉનાળે થઈ રહેલા માવઠા નો માર હવે મોંઘવારીમાં પણ જોવા મળી શકે છે. કારણ કે માવઠા ના લીધે પાકમાં નુકસાન પહોચ્યું છે. ખાસ કરીને ઘઉં ના ભાવ મા 40% વધારો જોવા મળી રહ્યો છે.

માવઠાએ તો ચારેબાજુ પથારી ફેરવી નાખી છે. તેના લીધે ધઉં ના ભાવ મા 40%જેટલો વધારો જોવા મળી રહ્યો છે. હવે ગરીબ અને સામાન્ય લોકોને રોટલી ખાવા પણ ફાફા બની રહ્યા છે

માર્કેટ યાર્ડની કીમત પર નજર કરીએ તો ધઉં 500 થી 600 ના ભાવે મળી રહયા છે. માવઠા ના લીધે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ધઉની કીમત મા વધારો થતાં તૈયાર લોટના ભાવ મા પણ વધારો થયો છે. આટલું જ નહી માવઠા ના લીધે ધઉં ની ગુણવતા પર અસર પડી છે. નબળી ગુણવતા છતાં તેનો ભાવમા વધારો જોવા મળી રહ્યો છે. હવે જોવાનુ રહ્યું કે માવઠું હવે બીજી કેવી મુસીબત લઈને આવશે

બજાર મા નજર કરીએ તો ધઉ ની માગ અને ભાવમા ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ દાઉડખાની ધઉ ની કીમતમા 40 ટકા જેટલો વધારો જોવા મળી રહયો છે.100કિલોગ્રામ ઘઉં ની કીમત 6800 રૂપિયા છે. ગયા વર્ષ કરતા 40 ટકા વધારો નોંધાયો છે. બીજી બાજુ શિહોર ટુકડી ક્વિન્ટલ દીઠ ભાવ 4500 રૂપિયા છે.જે ગયા વર્ષ 3900 રૂપિયા હતો. રજવાડી બંસી નો ભાવ 4300 રૂપિયા છે જે ગત વર્ષે 3800 જેટલો હતો.લોકવનનો ભાવ 3500 રૂપિયા હતો જે ગત વર્ષે 2900 રૂપિયા જેટલો હતો. ખેડૂતોને પ્રથમ વખત ઘઉંના ઐતિહાસિક ભાવ મળ્યા છે

તમારે આ માહિતી પણ વાંચવી જોઇએ

Leave a Comment