અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી: સપ્તાહમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Ambalal Patel rain Forecast:અંબાલાલ પટેલે આગામી સમયમાં ધોધમાર વરસાદની આગાહી કરતા જણાવ્યું કે,આગામી સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર તારીખ 17,18,19,20 માં ભારે વરસાદ થશે.મુંબઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે,દરિયાકાંઠાનાં વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે.જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે

રાજ્યમાં ગત 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.ત્યારે હવે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ફરીથી ધોધમાર વરસાદ વરસવાની સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.અંબાલાલ પટેલે આગામી સમયમાં ધોધમાર વરસાદની આગાહી કરતા જણાવ્યું કે,આગમી સમયમાં રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.રાજ્યમા દરિયાકાંઠાનાં વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે.

આંબલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યું કે,મોરબી અને સુરેન્દ્રનગરમા કેટલાક ભાગો,કચ્છ,ઉતર ગુજરાત,મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને પંચમહાલમા સારો વરસાદ વરસી શકે છે.આ સાથે વડોદરા,સાલવીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.

તેમણે જણાવ્યું કે,મહેસાણાથી ચોટીલાના ભાગ સુધી વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં તારીખ 20,21,માં ડીપ ડિપ્રેશનનો લેન્ડ ફોલ ઓડિશાનાં ભાગોમાં થશે.જેના કારણે દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદ કરશે.આ વરસાદ દેશ સહિત ગુજરાતમાં ધણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે,30 મી જુલાઈના રોજ પણ એક સિસ્ટમ સક્રિય થશે.આ સિસ્ટમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ કરશે.

ગુજરાતમાં વરસાદ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટ ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ છે કે, વધુ એક સિસ્ટમ એક્ટિવેટ થઇ રહી છે. વરસાદી સિસ્ટમના કારણે 18, 19 અને 20 તારીખે વરસાદ રહેશે. સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો. આવતી કાલ એટલે મંગળવારની આગાહી કરીને ડો. મોહંતીએ જણાવ્યું છે કે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, આ તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે 19મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment