Chandrayan 3 Launching Live:ચંદ્રયાન 3 ઉડાન ભરવાની તૈયારીમાં,લાઈવ લોન્ચિંગ અહીંથી

Chandrayan 3 Launching Live:અવકાશી સંશોધનમાં ભારત અનેક સિધ્ધિઓ નોંધાવી ચૂક્યું છે.ત્યારનું લેટેસ્ટ અપગ્રેડેડ બાહુબલી રોકેટ એટલે કે લોન્ચ વ્હિકલ માર્ક -3 (MV-3) આંધ્રપ્રદેશનાં શ્રીહેરિકોટા સ્પેસ સ્ટેશન પર ચંદ્રયાન-3 નાં લોન્ચિંગ માટે તૈયાર છે.MV-3 નો લોંચિંગ રેશિયો 100% નોંધાયો છે. નોંધનીય છે કે,મિશન ચંદ્રયાન-3 નુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને લોચિંગ શુક્રવારે બપોરે 2.35 કલાકે થશે.જેને લઈ હવે સમગ્ર દેશવાસીઓ સહિત દુનિયાની નજર ચંદ્રયાન નાં આ લોંચિંગ પર છે.

આ બધાની વચ્ચે આ મશીનની સફળતા માટે ઇસરોનાં વૈજ્ઞાનિકો તિરુપતિ મંદિર પહોંચ્યા હતા.વૈજ્ઞાનિક તેમની સાથે ચંદ્રયાન-3નુ લઘુચિંત્ર મોડલ પણ પૂજા માટે લઈ ગયા હતા.ચંદ્રયાનાં 24-25 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કરશે.આગમી 14 દીવસ સુધી રોવર લેન્ડરની આસપાસ 360 ડિગ્રીમાં આ ચંદ્રયાન ફરનાર છે.અને અનેક પરીક્ષણ કરશે.લેન્ડર ચંદ્રની સપાટી પર રોવર દ્વારા બનાવેલ વ્હિલ માર્કની તસવીરો પણ ધરતી પર મોકલશે

ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ

આ ચંદ્રયાનની સફળતા સાથે માત્ર ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ જ નહી,ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનાર ભારત પ્રથમ દેશ પણ બની જશે.આ એ જ વિસ્તાર છે.જ્યાં ચંદ્રયાન – 1દરમિયાન મુન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવી હતી અને ઈસરોએ અહીં પાણી હોવાનું શોધી કાઢ્યું હતું.ચંદ્રયાન -2 નું લોન્ચિંગ દરમિયાન ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું.

ચંદ્ર ખૂબ જ મહત્વપૂર્ણ

ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ધીમે ફરે છે.જો ચંદ્ર ન હોત,તો પૃથ્વી ઝડપથી ફરશે,દીવસ ઝડપથી પસાર થશે.ચંદ્ર ન હોત તો દિવસ માત્ર છ કલાકનો હશે.નો ચંદ્ર ન હોત તો આપણે નતો ચંદ્રગ્રહણ જોઈ શકીએ નતો સૂર્યગ્રહણ જોઈ શકોત.જ્યારે પૃથ્વી પર ચંદ્રગ્રહણ થાય છે.ત્યારે ચંદ્ર પર સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વી પરથી ચંદ્ર અને સુર્ય બન્ને સમાન કદના દેખાય છે.સૂર્ય કરતા પૃથ્વીની 400 ધણી નજીક હોવાનાં કારણે ચંદ્ર સૂર્યની સરખામણીમા જોવા મળે છે. પૃથ્વી પરથી ચંદ્રનો માત્ર 55% થી 60% ભાગ નરી આંખે જોવા મળે છે.અત્યાર સુધીમા 12 માણસો ચંદ્ર પર ગયા છે.જોકે 1972 પછી છેલ્લા 51 વર્ષોથી ચંદ્રની સપાટી પર કોઈ માનવી હજુ ઊતર્યો નથી

2019 માં ચંદ્રયાન – 2 ની આશિક સફળતા મળી હતી.4 વર્ષોથી ,ISRO એ ચંદ્રયાન – 3 ની દરેક સભવિત ખામીનો સામનો કરવા માટે સતત આવા પરીક્ષણ અને સંશોધનો કર્યા

ચંદ્રયાન 3 વિશે જાણવા જેવુ

ચંદ્રયાન-3 મિશન શું છે?

ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું પછીનુ મિશન છે જે વર્ષ 2019 માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળી શકસે

ચંદ્રયાન-3 નો મુખ્ય હેતુ શું છે?

ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવી એ આ ચંદ્રયાનનો મુખ્ય હેતુ છે

ચંદ્રયાન-3 ચંદ્રયાન-2 થી કઇ રીતે અલગ છે?

ચંદ્રયાન-2 માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3 માં ઓર્બિટરને બદલે સંપૂર્ણ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે.

ચંદ્રયાન-3 કેટલા દિવસ કામ કરશે ?

વૈજ્ઞાનીકો ના અનુસાર 3 થી 4 મહિના કામ કરશે

કયું રોકેટ ચંદ્રયાન નુ વહન કરશે ?

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM-3 લોન્ચર નો ઉપયોગ કરવામાં આવશે.

લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?

14 જુલાઇના રોજ લોંચ થયા બાદ ચંદ્રયાનુ લેંડર 45 થી 50 દિવસમા ચંદ્રની સપાટી પર સોફટ લેંડીંગ કરશે.

ચંદ્રયાન મિશનનો સૌથી મુશ્કેલ ભાગ કયો હોય છે?

લેન્ડર ને ચંદ્રની સપાટી પર સોફટ રીતે ઉતારવુ એ સૌથી મુશ્કેલ કામ હોય છે.

વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?

આ પહેલા દુનિયાના 4 દેશો ચંદ્ર પર સોફટ લેન્ડીંગ નો પ્રયાસ કરી ચૂક્યા છે.

Chandrayan 3 Launching Live

Chandrayan Liveઅહીં ક્લિક કરો

Leave a Comment