વેકેશનમાં પોળોના જંગલમાં ફરવા ઉપડી ગયા ને આ ભૂલ કરી તો ભારે પડશે, અહી પ્રવેશવાના છે કેટલાક નિયમો

અમદાવાદ માટે સૌથી નજીકનુ હોટ ફેવરિટ ફરવાનુ સ્થળ એટલે પોળોનુ જંગલ. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ પોળો ફોરેસ્ટમાં ઉપડી જતા હોય છે. શનિવાર અને રવિવાર આવે એટલે અમદાવાદની અડધી વસતી અહી આવી જાય છે. તેમાં પણ ચોમાસામાં પોળાનો જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે. હાલ ઉનાળુ વેકેશનને લઈને પોળો ફોરેસ્ટ જનારા પ્રવાસીઓની સંખ્યા વધુ છે. ત્યારે ત્યારે મિની કાશ્મીર ગણાતા આ પિકનિક સ્પોટ પર તંત્ર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. જો તમે પોળો ફોરેસ્ટ હાલ ફરવા જવાનુ પ્લાનિંગ કરતા હોવ તો આ નિયમો ખાસ જાણી લેજો. નહિ તો પસ્તાશો.

પોળોના જંગલમાં કોઈ પ્રદૂષણ ન થાય તે માટે અનેક નિર્ણયો લેવામા આવયા છે. ઉત્તર ગુજરાતનું પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનુ ફેવરિટ સ્થળ એટલે પોળોનું જંગલ. આ સ્થળ કુદરતના ખજાના જેવુ છે. તેથી અહીંના કુદરતી સૌંદર્યથી લઈને ઐતિહાસિક સ્મારકોની જાળવણી પણ થવી જરૂરી છે. તેથી તેના માટે વિજયનગરના પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાય ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પોળો જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધનો ભંગ કરનારને ભારતીય કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.

જાહેરનામાનો કલમ 188 મુજબ ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. તેથી જો પોળોના જંગલમાં જવાનુ પ્લાન કરતા હોય તો ધ્યાન રાખજો કે, પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

પોળા ફોરેસ્ટમાં અગાઉ સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અગાઉ પણ અનેકવાર આવા પ્રતિબંધો મૂકીને પોળોના જંગલને સલામત અને સુરક્ષિત રાખવાના પ્રયાસો કરાયા છે.

Leave a Comment