How to Apply For Gujarat Driving Licence : ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Driving Licence : ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો : 1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujarat માંં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે.

How to Apply For Gujarat Driving Licence

ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ડ્રાઈવિંગ લાયસન્સ 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો

ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો : નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે. ગુજરાત લર્નિંગ લાયસન્સ નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને વ્યક્તિ મેળવી શકે છે.

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.

ડ્રાઈવિંગ લાયસન્સ યોગ્યતા

  • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.

ડ્રાઈવિંગ લાયસન્સ જરૂરી દસ્તાવેજો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • પાસપોર્ટ.

સરનામાનો પુરાવો :

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • એલઆઇસી પોલીસી
  • મતદાર ઓળખપત્ર
  • લાઇટબિલ,
  • ટેલિફોનબિલ
  • સરનામા સાથેનો મકાનો વેરો
  • સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

ડ્રાઈવિંગ લાયસન્સ અરજી ફી

લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે.

  • લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
  • સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.

Driving licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat

1- સૌ્પ્રથમ તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.

Driving licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat
Driving licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat

2- Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે.

3- પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે જે રાજ્ય માટે અરજી કરવી છે તે.

4- ત્યારબાદ Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.

5- પછી તમને બધા સ્ટેપ જોવા મળશે કે learning licence માટે ના તો તમારે તે વાંચી ને Continue પર ક્લિક કરવું.

6- હવે તમારે તમારું RTO select કરવું ત્યારબાદ તમારે જે કેમ્પ માં Learning licence માટે ટેસ્ટ આપવી છે તે ITI Select કરવાનું રહેશે.

7- હવે E-KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં Generate OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, મોબાઇલ માં જે OTP આવે તે ત્યાં દાખલ કરવાનો રહેશે.

8- OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટે નું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે.

જેવી કે, તમારું પૂરું નામ ,સરનામું ,જન્મતારીખ , blood group , મોબાઇલ અને કયા વાહન માટે અરજી કરો છો.

બધી વિગતો ભર્યા બાદ તમારે વાહન નો પ્રકાર select કરવા માટે નીચે મુજબ જોઈ શકો છો.

પહેલા class of Vehicle select કરવાનો રહેશે જે વાહન માટે લાઇસન્સ કરવાનુ હોઈ એ દા.ત.: ગેર વગર નું 2 વ્હીલર (MCWOG) , ગેર વાળું 2 વ્હીલર (MCWG) , ફોર વ્હીલર (LMV).

આ બધી વિગતો ભર્યા બાદ submit પર ક્લિક કરવાનું રહેશે.

9- Submit પર ક્લિક કર્યાબાદ તમારે નીચે મુજબ સ્ટેપ જોવા મળશે.

Driving licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat
Driving licence માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat

ડ્રાઈવિંગ લાયસન્સ પરીક્ષા પધ્ધતિ

લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.

  • નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
  • ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
  • પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
  • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
  • જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે

  • લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
  • જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
  • લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

ઓનલાઈન અરજી અરજી અહીંથી કરો
એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક અહીંથી મેળવો

FAQ – Gujarat Driving Licence કેટલાક પ્રશ્નો અને જવાબો

શું હું ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે બેઠા બનાવી શકું છું ?

હા તમે ઘરે બેસી ને ફોર્મ ભરી શકો છો

ડ્રાઈવિંગ લાયસન્સ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ડ્રાઈવિંગ લાયસન્સની સત્તાવાર વેબસાઈટ https://parivahan.gov.in/parivahan//en છે

Leave a Comment