Vidhva Sahay Yojana Gujarat Online Application: ગુજરાત વિધવા સહાય યોજના

Vidhva Sahay Yojana Gujarat Online Application: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022 | Vidhva Sahay Yojana details in Gujarati

રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું.

Women And Child Development Department, Gujarat દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. વિધવા સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Vidhva Sahay Yojana Gujarat

યોજનાનું નામ વિધવા સહાય યોજના માહીતી
વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભાર્થીની પાત્રતા નિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
જે આવક મર્યાદામાં આવતા હોય
Vidhva Sahay Yojana Form નો હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી
Vidhva Sahay Yojana Benefits વિધવા લાભાર્થીઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે
અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
 Vidhva Sahay Yojana Gujarat Helpline Number 155209
Digital Gujarat Portal Helpline 18002335500

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

વિધવા સહાય યોજના 2023 માટેની પાત્રતા

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • બેંક ખાતાની નકલ

How To Online Apply Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજના ફોર્મનું ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.

વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
  • વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે

Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયા રકમ

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

Vidhva Sahay Yojana Online Check Status Gujarat

  • સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  • NSAP વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  • Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  • ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  • લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
  • Sanction Order No/Application No
  • Application Name
  • Mobile No.

Important Link

અધિકૃત વેબસાઈટ અહીં ક્લિક કરો
Vidhva Sahay Yojana Online apply Gujarat અહીં ક્લિક કરો
વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022 અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

વિધવા સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Women And Child Development Department, Gujarat ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

WCD Gujarat ની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.

Vidhva Sahay Yojana Income Limit કેટલી નક્કી કરવામાં આવેલી છે?

ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.

શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક કરવો.?

જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” એ સંપર્ક કરવાનો રહેશે. આ કચેરી દરેક જિલ્લાના કલેકટર ઓફિસ ખાતે આવેલી હોય છે

Leave a Comment