10th Pass Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
10th Pass Govt Job 2023
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.nic.in/ |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC GD દ્વારા
- જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ
ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 84866 છે, આ ભરતીમાં સી.આર.પી.એફમાં 29283, બી.એસ.એફમાં 19987, આઈ.ટી.બી.પીમાં 4142, એસ.એસ.બી માં 8273, સી.આઈ.એસ.એફમાં 19475 અને એ.આર માં 3706 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.
પગારધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 21,700 થી લઇ 69,00 પગાર ચુકવવામાં આવશે
લાયકાત
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પસંદગી પ્રક્રીયા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- પુરાવાઓની ચકાસણી
- તબીબી પરીક્ષા
વયમર્યાદા
SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.
અરજી ફી
SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. જયારે આ કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી નિઃશુલ્ક રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- અભ્યાસની માર્કશીટ
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખો
સંસ્થા દ્વારા આ ભરતી સંબંધિત આર.ટી.આઈ જવાબ બહાર પાડી દેવામાં આવ્યો છે અને આ ભરતીની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 નવેમ્બર 2023 ના રોજથી ચાલુ થશે જયારે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023 રહેશે
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-24 નવેમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-28 ડિસેમ્બર 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
Home Page પર જવા માટે | અહીં ક્લિક કરો |