કુદરતની કરામત,હરિદ્વારમાં વાદળોએ સર્જ્યો અદ્દભુત નજારો,જોઈ સૌ કોઈ રહી ગયા દંગ
હરિદ્વારનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.જેમાં નભ જાણે કે જમીનને અડકવા આવી ગયું હોય તેવા દ્રશ્યો સર્જઈ રહ્યા છે.આકાશી વાદળો નીચે આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે કેટલાક લોકો આ વીડિયોને ભયાવહ બતાવી રહ્યા છે તો કેટલાક લોકોને આ નજારો પસંદ પડી રહ્યો છે
વરસાદ અને ભૂસ્ખલનનાં કારણે ત્યાં ગયેલા ટુરિસ્ટ પેહેલેથી ઉતરના કેટલાક સ્થળોએ ફસાઈ ગયા છે અને હવે તંત્ર પણ લોકોને સલામતી માટે ફરવા ન જવાનું સુચન કરી રહ્યું છે.હવામાન વિભાગે સોમવારે સતત ત્રીજા દિવસે હિમાલય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.જેને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે.ભારે વરસાદના કારણે રાજ્યમા ધણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને હાઇવે અને લિંક રોડ બ્લોક થઇ ગયા છે
તો બીજી તરફ વરસાદી પાણી ઘૂસવાને કારણે હરિદ્વારના કેટલાક વિસ્તારની દુકાનો અને મકાનોને નુકસાન થયું છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોલોનીઝરે કોલોનીઓમાં ડ્રેનેજની વ્યવસ્થા કરી નથી. વેપારીઓએ જણાવ્યું કે વરસાદના કારણે દુકાનોમાં રાખેલા સમાન બગડી ગયા છે.તેમને કહ્યું કે વસાહતોની બહાર મોટી બિઝનેસની સંસ્થાઓ આવી ગઈ છે.જેના કારણે વસાહતોમા પાણી ભરાઈ રહ્યા છે