હવામાન નિષ્ણાત અબલાલા પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. વીજળી ના કડાકા સાથે ઘણા વિસ્તારોમાં કાર પણ પડી શકે છે. ભેજના કારણે ત્રણ થી આઠ એપ્રિલ સુઘી ફરી રાજ્યમાં હવામાન પલટાસે અને વાદળછાયું વાતાવરણ રહેશે
ગુજરાતમાં ઉનાળો અને ચોમાસુ સાથે ચાલતા હોય તેવું લાગે છે એપ્રિલ મહિનો ચાલુ થયાને ત્રણ દીવસ થયા છે એને અનેક વાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. હજી ઉનાળા ની ગરમીનો અહેસાસ પણ થયો નથી અને ત્યાં ફરી માવઠાની આગાહી કરવામા આવી છે. 6 અને 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે.
આગામી ત્રણ દિવસ ગરમી પડવાની હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ મા ગરમીનો પારો 39 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ માં ભારે પવન ફુંકાવાની શક્યતા છે
હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વધુ એક વેસ્ટન ડીસ્ટબન્સ સક્રિય થયુ છે. જેનાં કારણે આગામી 6 અને 7 એપ્રિલેના ઉતર ગુજરાત અને કચ્છ મા કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કહી શકાય કે ગુજરાતમાં વળી ભારા દિવસોની શરુઆત થવા જઈ રહી છે. ખેડૂતો માથે ચિંતાના વાદળો છવાયા છે. વરસાદના અને વાતવાતમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી શકે છે
કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અબલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેના કારણે ખેડૂતો અને લોકોમાં ચિતા વધી છે
અબલાલ પટેલે જણાવ્યું છે કે, 8 થી 13 એપ્રિલ સુધી વટોળ, આધી સાથે કમોસમી વરસાદ સાથે કરા પણ પડી શકે છે.આખાત્રીજ એટલે કે 22 એપ્રિલના દિવસે માવઠું થઈ શકે છે. આ વખતે ચોમાસુ નબળું રહેશે. આ આગાહીના કારણે લોકો અને ખેડૂતોમા ચિતા વધી છે
આ માહિતી પણ તમારે વાચંવી જોઇએ