અંબાલાલ ની આગાહી ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, બે બે વાવાઝોડા સક્રિય થશે, જાણો ગુજરાત પર શું અસર થશે

Gujarat Weather News : ખેડુતો ચોમાસાના વરસાદની રાહ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણ પર શું અસર થશે?

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એવામાં અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમને જણાવ્યું છે કે વધુ બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવના છે મિત્રો આજે આપણે આ લેખમા વરસાદ વરસાદી માહોલ ક્યારથી શરૂ થશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારથી થશે એ વિશેની તમામ માહિતી મેળવીશું.

અંબાલાલ ની આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો

અરબી સમુદ્રમાં 3 જુનથી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7 જુનથી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થવાની શકયતા સેવાઇ રહી છે. મૃગશીર્ષ નક્ષત્રમાં વાવઝોડું જોર પકડશે. હવાના દબાણના કારણે બે વાવાઝોડા સક્રિય થશે. આવું ક્યારે જોવા નથી મળ્યુ, પહેલી વખત આવું મોવા મળશે અને વિશિષ્ટ સ્થિતિ સર્જાશે. રાજયમાં વાવઝોડાના કારણે 7 જુનથી 11 જૂનના સમય ગાળામાં વરસાદ પડવાની શક્યતા રહેશે. 8 જુનથી 10 જૂનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને વાવણીલાયક વરસાદ થવાની શકયતા.

ગુજરાતમાં વાવઝોડાના કારણે 7થી 11 જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. 8થી 10 જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને વાવણીલાયક વરસાદ આશા જોવા મળી રહી છે . ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ જીઈ સકે છે . Gujarat Monsoon 2023 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 15 થી 17 જૂને દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22થી 25 જૂને દરમિયાન અન્ય વિસ્તારમાં ચોમાસું બેસી શકે છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે. ખેડૂત મિત્રો ને વાવણી માટે વરસાદ ઉપયોગી સાબિત થઇ સકે છે.

ગુજરાતમાં ચોમાસુ

ગુજરાતમાં 15 થી 30 જૂન ની વચ્ચે ચોમાસુ શરૂ થઈ જશે. તેમજ 22 મી જૂન આસપાસ કાયદેસર ચોમાસાનો ગુજરાતમાં આરંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી તકલીફ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે એવું જણાવાયું છે.

ગુજરાતમાં ચોમાસાની માહીતી માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment