GUJSAIL Recruitment 2023: ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી

GUJSAIL Recruitment 2023: ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GUJSAIL Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 19 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 19 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gujsail.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર, ઓપેરશન મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર, સિનિયર મેનેજર તથા ફ્લાઈટ ડિસ્પેટચરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર GUJSAIL દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની 01, ઓપેરશન મેનેજરની 01, કમ્પ્લાયન્સ ઓફિસરની 01, સિનિયર મેનેજરની 01 તથા ફ્લાઈટ ડિસ્પેટચરની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

સરકારી કંપની GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

અરજી ફી:

GUJSAILની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

વયમર્યાદા:

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવેલ છે.

પગારધોરણ

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 60,000
ઓપેરશન મેનેજર રૂપિયા 50,000
કમ્પ્લાયન્સ ઓફિસર રૂપિયા 40,000
સિનિયર મેનેજર રૂપિયા 60,000
ફ્લાઈટ ડિસ્પેટચર રૂપિયા 40,000

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જે તમે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી શકો છો.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે અવશ્ય લખવું.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – HR Department, GUJSAIL Complex, SVPI Airport, Ahmedabad છે.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 19 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 ઓક્ટોબર 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment