GVK EMRI 108 Recruitment 2023: ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી: 108 માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GVK EMRI 108 Recruitment 2023। 108 Ambulance Recruitment 2023
સંસ્થાનું નામ | એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 17 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.emri.in/ |
પોસ્ટનું નામ:
- મેડિકલ ઓફિસર
- લેબર કાઉન્સિલર
લાયકાત:
GVK EMRI 108 ની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BHMS અથવા BAMS કરેલું હોવું જોઈએ જયારે લેબર કાઉન્સિલર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે MSW કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.
પગારધોરણ
GVK EMRIની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.
નોકરીનું સ્થળ:
ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનું નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો રહેશે.
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10:00 થી 2:00 કલાક સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.ઇન્ટરવ્યુના તમામ સ્થળની માહિતી નીચે મુજબ છે.
- અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ
- સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર, સુરત
- વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
- પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
- વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
- રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક, રાજકોટ
- ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર
- જૂનાગઢ – 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે, જૂનાગઢ
- કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
- પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ
- સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય વાહન માર્ગ વ્યવહાર નિગમમાં ભરતી
Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રો માં 434 જગ્યા પર સરકારી નોકરી મેળવવાનો મોકો
મહત્વની તારીખ:
આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ તથા સંપર્ક નંબર 079 22814896 તથા 9638458788 અથવા ઈમેઈલ આઈડી parth_panchal.emri.in પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.