Mafat Plot Yojana 2023: મફત પ્લોટ યોજનાનું ફોર્મ pdf

Mafat Plot Yojana 2023: ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે 100 ચો.મી.સુધીના ધરથારના મફત પ્લોટ ફાળવવા પંચાયત વિભાગ, નાણાં વિભાગ અને મહેસૂલ વિભાગ મંજુરી આપી છે.રાજ્ય સરકારની ધરથારનાં મફત પ્લોટની યોજનાની વાત કરીએ તો તેની શરૂવાત 1972 થી થઈ હતી.ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. મફત પ્લોટ યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે અને ક્યાં ભરીને આપવાનુ તેના વિશે માહીતી મેળવીશું.

Mafat Plot Yojana 2023

યોજનાનું નામ100 ચોરસ વાર મફત પ્લોટ યોજના
અમલીકરણગુજરાત સરકાર
લાભ100 ચો.મી.પ્લોટ મફત
અરજીનો પ્રકારઓફલાઈન
લાભાર્થીતેનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોના મજૂરો દ્વારા કરવામાં આવે છે જેમની પાસે પ્લોટ નથી.
ઉદ્દેશ્યોભૂમિહીન મજૂરોને મફતમાં પ્લોટ આપવા
ઓફિશ્યલ વેબસાઈટ લીંકhttps://panchayat.gujarat.gov.in/

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે

  • જેમની પાસે પ્લોટ નથી તેમને આ પ્લોટ મળવાપાત્ર છે.
  • અરજદાર પાસે કોઈપણ પ્રકારની જમીન ધરાવતા હોવા જોઇએ નહિ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવા જોઈએ.
  • લાભાર્થી પુખ્તવયના હોવાજોઈએ. એટલે કે અરજદાર સગીરવયના ન હોવો જોઈએ.
  • જેઓ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી-2011 માંથી લાયક કુટુંબ અથવા રાજ્ય અથવા કેન્દ્ર સાથે આવે છે તેઓ સરકારી આવાસ નિર્માણ સહાય માટે લાયકાત ધરાવતા હોવા જોઇએ.
  • રાજ્યમાં ક્યાંય પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન ન હોવું જોઈએ.
  • જેઓ ઓછામાં ઓછા એક વર્ષથી તે ગામમાં રહેતા હોવા જોઈએ.
  • તેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ધરાવતા ન હોવા જોઇએ.

મફત પ્લોટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • મફત પ્લોટ યોજનાનુ અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • BPL યાદિ માટે SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી ધરાવતા તે માટે)
  • પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

મફત પ્લોટ ની આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી કોઈ ભૂલ વગર ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે.

ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 । Sukanya Samriddhi Yojana 2023

પાણીની ટાંકી બનાવવા સહાય યોજના 2023: Water Tank Sahay yojana 2023: સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે 9.80 લાખ સુધીની સહાય

મહત્વપૂર્ણ લીંક

તા:01/05/2017 નો ઠરાવ વાચવાઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજનાનું ફોર્મઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો

FAQs: આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો

આ યોજનાનું નામ શું છે?

આ યોજનાનું નામ મફત પ્લોટ યોજના છે.

આ યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવવું?

આ યોજનાનું ફોર્મ ઉપર આપેલી લીંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો.

આ યોજનાનું ફોર્મ ભરવાનું માધ્યમ કયું છે?

આ યોજનાનું ફોર્મ ઓફલાઈન રીતે ભરવાનુ રહેશે.

Leave a Comment