બેંક ખાતામાં પૈસા નહી હોય તો પણ કરી શકશો UPI પેમેન્ટ, જાણો આ લાભ કેવી રીતે મળશે

રિઝર્વ બેન્ક ના ગવર્નર દાસે જણાવ્યું કે, દેશમાં યુપીઆઇ દ્વારા ટ્રાન્જેક્શન ઝડપથી વધી રહ્યું છે. તેને લોકોની વચ્ચે પ્રખ્યાત બનાવવા અને યુઝર્સને વધારાની સુવિધા આપવા માટે ધણા નિયમો લેવામાં આવ્યા છે. જે યુઝર્સ ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવા એપ નો ઉપયોગ કરે છે. તેમને હવે પ્રુ-અપ્રૂવ્ડ ક્રેડિટ લાઈન આપવામાં આવશે.

બેંક ખાતામાં રૂપિયા નહી હોય તો પણ કરી શકશો UPI પેમેન્ટ. વિસ્તૃત માહિતી નીચે મુજબ જણવામાં આવી છે

ગવર્નર દાસે જણાવ્યું કે દેશમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્જેક્શન ઝડપથી વધી રહ્યું છે. તેને લોકોની વચ્ચે પ્રખ્યાત બનાવવા અને યુઝર્સ વધારાની સુવિધા આપવા માટે ધણા નિયમો બનાવવામાં આવ્યા છે. યુઝર્સ ગૂગલ પે, પેટીએમ અને ફોન પે જેવા એપ નો ઉપયોગ કરે છે. તેમને હવે પ્રુ – અપ્રૂવ્ડ ક્રેડિટ લાઈન આપવામાં આવશે. આ રકમ નો ઉપયોગ યુઝર્સ ત્યારે જ કરી શકશે, જ્યારે તેમના ખાતાંમાં રૂપિયા નહી હોય. ગવર્નરે કહ્યું કે, આરબીઆઇની આ પહેલાથી ઇનોવેશનને પ્રોત્સાહન મળશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શકતીકાંત દાસે ડિજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને UPI જેવા વિકલ્પોને વધુ આકર્ષક બનાવવા માટે ગુરુવારે મોટી જાહેરાત કરી. નાણાકીય નીતિ સમિતિની બેઠક પછી ગવર્નરે કહ્યું કે, હવે યુપીઆઈ પર પણ યુઝર્સને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા મળસે. બેંકો તરફથી યુઝર્સને પૂર્વ સ્વીકૃત રકમ આપવામાં આવશે. જેનો ઉપયોગ ખાતાંમાં રૂપિયા ન હોવા પર કરી શકાશે.

ગવર્નરે કહ્યું કે, ભારતમાં યુંપીઆઇના માધ્યમથી આજે સૌથી વધારે ચુકવણી થઈ રહી છે. તેને રિટેલ ટ્રાન્ઝેક્શનને સપૂર્ણ રીતે બદલી દીધું છે. બેંકોએ પણ તેમના ઉત્પાદનો અને સુવિધાઓને વિકસિત કરવા માટે યુપીઆઈની મજબૂતી નો લાભ ઉઠાવ્યો છે. એમપિસી બેઠકમાં યુપીઆઈ ક્રેડિટ કાર્ડને જોડવાની પરવાનગી પણ આપવામાં આવી છે. હાલ યુઝર્સ Rupay Credit card ને જોડી શકસે

ક્રેડિટ લાઈન કોઈ પણ યુઝર્સ માટે બેંક તરફથી નક્કી કરવામાં આવેલી તે લિમિટ હસે. જે રકમને યુઝર્સ ખર્ચ કરી શકશે. બેંક અને નાણાકીય સંસ્થા યુઝરની આવક અને દેવું ચૂકવવાની ક્ષમતાનો અંદાજ કાઢીને આ ક્રેડિટ લાઈન તૈયાર કરશે. આ રીતે યુપીઆઈ પર પણ ઓવરડ્રાફટની સુવિધા આપવામાં આવશે. જ્યાં કોઈ ગ્રાહકને જરૂર પડવા પર આ રકમનો ઉપયોગ કરી શકશે અને પછી વ્યાજ સહિત આ રકમને ચૂકવવાની રહેશે. તેનો અર્થ સાફ છે કે, આ સુવિધાના બદલામાં બેંક તમારી પાસેથી થોડું વ્યાજ વસુલસે. બેંક દરેક ગ્રાહકોની જોખમ ક્ષમતાના અંદાજ કાઢીને પ્રી -અપ્રૂવ્ડ ક્રેડિટ લાઈન તૈયાર કરશે.

નેશનલ પેમેન્ટસ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાના અકડાઓ પર નજર કરીએ. તો યુપીઆઈ દ્વારા કુલ 8.6 અજબ ટ્રાન્જેક્શન કરવામા આવ્યા અને વાર્ષિક આધાર પર આમા 60 ટકાનો વધારો થયો રહ્યો. ગત 12 મહિનાના આંકડા જોઇએ, તોપ્રતિદિન સરેરાશ 36 કરોડ ટ્રાન્જેક્શન યુપીઆઈ દ્વારા કરવામાં આવ્યા છે. આ આંકડા ફેબ્રુઆરી 2022મા થયેલા 24 કરોડ ટ્રાન્જેક્શ કરતા 50 ટકા વધારે છે

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Leave a Comment