આજથી નવા નાણાકીય વર્ષ 2023-24 ના ભાગરૂપે અનેક ક્ષેત્ર નવા નિયમો લાગુ કરવામા આવ્યા છે. જેના ભાગરૂપે વાહનના નિયમમા પણ બદલાવ કરવામા આવ્યો છે. આ નિયમ મા ફેરફાર થતાંજ તમારા ખિસ્સા મા સીધી અસર પડી શકે છે. બાઈક કે કાર ચલાવતા લોકોને આ નિયમ જાળવા જરુરી બન્યા છે. વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે સરકારે દ્વારા નવા વર્ષે પ્રદુષણ ઘટાડવા માટે ઉત્સર્જન નો નિયમ વધુ કડક કાર્યો છે.31 માર્ચ સુધી દેશમાં bs 6 નો પ્રથમ તબ્બકો ચાલતો હતો. એનો મતલબ એવો થાય કે ભારત આજ સુઘી સ્ટેજ 6 નો ઉત્સર્જન ધોરણ ચાલી રહ્યા હતા.. હવે નવા નિયમનો બીજો તબ્બકો એટલે કે ફેસ ટુ શરુ કરવામા આવ્યો છે જેનાથી હવે કાર કે બાઈક ડીલરો નવા નિયમ અનુસરી ફકત અપડેટ વાહનો જ વેચી શકશે.
આજથી વાહનો ને લગતા નિયમમાં ફેરફાર કરવામા આવ્યો છે જેનાથી સીધી અસર લોકોમાં ખિસ્સા પર પડી શકે છે.
આ સાથે સાથે જૂના વાહનોને સરકારી વાહનો પણ હટાવવામાં આવશે. બજેટ 2023 મા જૂના સરકારે વાહનો ને હટવાની યોજના નવા નાણાકીય વર્ષ મા લાગુ કરી દેવામાં આવી શકે છે. કેન્દ્રને રાજ્ય સરકારે તેમના જૂના વાહનો ને તબ્બકો વાર બંધ કરશે. તેની જગ્યાએ નવા વાહનો લાવવામાં આવશે તેમાં ઇલેક્ટ્રોનિક વાહનો પણ લાવી શકે છે.
આ ઉપરાંત નેશનલ હાઇવે કે એક્સપ્રેસ હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ રેટમાં 5-15ટકા જેટલો વધારો કરી નાખ્યો છે. જેના થી સમગ્ર દેશમાં 500 વધુ હાઇવે અને લગભગ 18 એક્સપ્રેસ હાઈવે હવે ટોલ ની ફ્રી મા વધારો કરવામા આવ્યો છે. જેનાથી લોકોને હવે ખિસ્સા ઢીલા કરવાં પડશે. બીજું બાજુ રાજ્યના ધણા પેટ્રોલ પંપ પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનુ ચાલુ કરી દેવામાં આવ્યું છે.e 20 મા 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલ હોય છે જ મકાઈ અને શેરડીના પાક માથી તૈયાર કરવામા આવે છે. ઇથેનોલ નો ઉપયોગ કરવાથી ઇધણની અતાય પરથી નિર્ભરતા ધટી શકે છે. તેવા ઉજળા સંજોગો મળી રહ્યા છે
આજથી જ વાહનો ખરીદવામાં મોઘવારી જોવા મળી શકે છે. એપ્રિલ માસથી મારુતિ,ટાટા મોટર્સ,હોન્ડા,bmw, ટોયોટા એને મર્શિડિઝ બેનઝ સહિત ની કંપનીઓએ પોતાની કારની કિંમત મા વધારો કરવાનો નિર્ણય કરી લીધો છે. કારની કિંમત મા 50,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.બાઈક અને સ્કૂટર પણ મોંઘા થાય છે.
આ માહિતી પણ તમારે વાચવી જોઇએ