PM Kisan 14th Installment:પીએમ કિસાન 14 હપ્તાની તારીખ જાહેર,આ તારીખે ખેડૂતોનાં ખાતામાં આવશે રૂ.2000

PM Kisan 14th Installment:સરકાર દ્વારા ખેડૂતો માટે ધણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.આવી જ એક ખેડૂતો માટે સહકારી યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન યોજના.પીએમ કિસાન યોજનામા દર વર્ષે ખેડૂતોને 3 હપ્તામાં રૂ.6000 ની સહાય આપવામાં આવે છે.અત્યાર સુધીમાં આ યોજનાનાં 13 હપ્તાની રકમ ખેડૂતોનાં ખાતામાં જમા થઈ ચૂકી છે.હવે 14 માં હપ્તાની રકમ જમાં થવાની છે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનાં 14 માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે

PM Kisan 14th Installment

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
અમલીકરણકૃષિ વિભાગ
લાભાર્થીદેશના દરેક ખેડૂતોને
સહાય2000/- ની ત્રણ હપ્તામાં લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય
હપ્તો14 મો હપ્તો
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://pmkisan.gov.in/
  • Pm કિસાન યોજનાનાં 14 માં હપ્તાની તારીખ જાહેર
  • 28 જુલાઈએ જમાં કરવામાં આવશે 14મો હપ્તો
  • દેશના 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં જમા થશે રકમ
  • દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે સહાય

9 કરોડ ખેડૂતોનાં ખાતામાં જમા થશે 18 હજાર કરોડ

28 જુલાઈએ પીએમ મોદી 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં DBT માધ્યમથી ટ્રાન્સફર કરશે.PM Kisan 14th Installment બાબતે સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર 28 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો ટ્રાન્સફર કરનાર છે.પીએમ મોદી ડાયરેક્ટ બેનીફેટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર કરશે કર્ણાટકથી પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો 27 ફેબ્રઆરીએ જાહેર કરવામાં આવેલ હતો

દર વર્ષે રૂ.6000 ની સહાય

ખેડુતોને દર વર્ષે આપવામાં આવે છે રૂ.6000 ની સહાય. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન હેઠળ સરકાર દ્વારા આ સહાય મેળવવા પાત્ર તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.સરકાર આ સહાય ખેડૂતોને ત્રણ હપ્તામાં આપે છે.આ પૈસા સીધા DBT દ્વારા ખેડૂતોનાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક સારું ફીચર એડ કરવામાં આવ્યું છે.આ પછી,હવે લાભાર્થીઓ તેમના મોબાઈલ પર પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

PM Kisan Beneficiary List

  • સૌપ્રથમ PM Kisan યોજનાની ઓફીશ્યલ વેબસાઇટ https://pmkisan.gov.in/ ઓપન કરો
  • ત્યારબાદ આ વેબસાઇટમા Farmers Corner વિભાગમાં જાઓ
  • તેમાં Benificiary List ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યારબાદ રાજ્ય,જિલ્લો,તાલુકો અને ગામ સિલેક્ટ કરો
  • આગળ Get Report ઓપ્શન પર ક્લિક કરતા તમે લીસ્ટ જોઈ શકશો
  • આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરી શકશો

અગત્યની લીંક

સત્તાવાર વેબસાઇટ લીંકઅહીં ક્લિક કરો

FAQs:વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો

PM Kisan 14th Installment ની રકમ ક્યારે જમાં કરવામાં આવશે?

28 જુલાઈ 2023 નાં રોજ રકમ જમાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સત્તાવાર વેબસાઇટ:https://pmkisan.gov.in/ છે.

Leave a Comment