તલાટી કમ મંત્રીની પરીક્ષા આ તારીખે યોજાઈ શકે છે,હસમુખ પટેલે આ પરીક્ષા અંગેની મહત્વની જાણકરી આપી

આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ રહી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા બાદ હવે તલાટી કમ મંત્રી ની પરીક્ષાને લઈને પણ તિયારીઓ આરભી દેવામાં આવી છે તલાટી કમ મંત્રીની પરીક્ષા લઈને પચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

તલાટી કમ મંત્રી પરિક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હસમુખ પટેલે આ પરીક્ષા અંગેની મોટી જાણકારી આપી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે હસમુખ પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે 30 એપ્રિલ તલાટી કમ મંત્રી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરતું 10 એપ્રિલ સુધી કેન્દ્રો મળવા જરૂરી છે. જો કેન્દ્રની વ્યવસ્થા થઈ જશે તો આ પરીક્ષાને 30 એપ્રિલે લેવામાં આવશે.

હસમુખ પટેલ જણાવ્યું કે, તલાટી કમ મંત્રીની પરીક્ષા આગમી 30 એપ્રિલે યોજવાનું આયોજન છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ ન થાય તો કેન્દ્રો ફરજીયાત મેળવવાં ઓડર કરાશે. મુખ્ય સચિવે આપેલી સૂચનાના પગલે નવા કેન્દ્રો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.30 એપ્રિલે પરીક્ષા યોજવા માટે 10 એપ્રિલ સુધી કેન્દ્રો મળવા જરૂરી છે. જો 10 એપ્રિલ સુધી કેન્દ્રો નહી મળે તો પરીક્ષા લઈ શકાશે નહીં

મંડલ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબંદ્વ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારિખની જાહેરાત કરવામાં આવશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

Leave a Comment